લક્ષ્મીનારાયણ અન્નક્ષેત્ર: સેવા અને સમર્પણનું કેન્દ્ર / તીર્થ

અન્નદાન, સમુદાય સેવા અને આધ્યાત્મિક ભાવના દ્વારા સમાજને નવી દિશા આપવાનું — એ જ લક્ષ્મીનારાયણ અન્નક્ષેત્ર નું પરમ ધ્યેય છે.

અન્નક્ષેત્રમાં પીરસાતું દરેક ભોજન પ્રસાદ છે, જે ભક્તિભાવ અને શુદ્ધતાથી તૈયાર કરવા માં આવે છે. પરંપરા, કરુણા અને સમુદાયના મૂલ્યો સાથે જોડાઈ ને, અમે દરેક માનવીને ભગવાનનું સ્વરૂપ માની એમની સેવા કરીએ છીએ. વર્ષોથી ચાલી આવતી સેવાની વારસાગત ભાવનાથી પ્રેરિત થઈ, કોઈપણ વ્યક્તિ ભૂખી ન રહે એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે.

સેવાનો માર્ગ, ભક્તિનું લક્ષ્ય

અહંકાર વગર સેવા કરવી, ભેદભાવ વિના સૌનું સ્વાગત કરવું, અને દરેક વ્યક્તિને માન સન્માન સાથે ભોજન આપવું.

મુખ્ય સેવાકીય પ્રવૃત્તિઓ

1

નિત્ય ભોજન પ્રસાદ

દરરોજ બપોરે, ૨૦૦ થી ૨૫૦ શ્રદ્ધાળુઓને તાજું, શુદ્ધ અને ભક્તિભાવથી તૈયાર કરેલું ભોજન પીરસવામાં આવે છે. અહીં કોઈને પૈસા, ઓળખ કે પૃષ્ઠભૂમિ વિશે પૂછવામાં આવતું નથી. માત્ર પ્રેમ અને આદરના ભાવ સાથે સૌનું સ્વાગત કરવામાં આવે છે, કારણ કે અમારા માટે દરેક અતિથિ એ જ ભગવાનનું સ્વરૂપ છે.

2

તહેવારોના રંગે, ભક્તિના સંગે: વિશેષ અન્નસેવા

લક્ષ્મીનારાયણ અન્નક્ષેત્રમાં તહેવારો અને ખાસ દિવસોનું મહત્વ અનન્ય છે. અમે આ પવિત્ર દિવસો પર વિશેષ ભોજનની વ્યવસ્થા કરીએ છીએ, જે તે તહેવારની રીત-રિવાજ અને પરંપરા મુજબ ભોજન તૈયાર કરવામાં આવે છે.

3

શ્રદ્ધાળુઓ માટે વિશ્રામ અને સુવિધા

હજારો ભક્તો તેમની આધ્યાત્મિક યાત્રા દરમિયાન શામળાજી મંદિરની મુલાકાત લે છે. અમારું ટ્રસ્ટ એ સુનિશ્ચિત કરે છે કે દરેક શ્રદ્ધાળુને તેમની મુલાકાત દરમિયાન ગરમાગરમ ભોજન, શુદ્ધ પાણી અને શાંતિપૂર્ણ વાતાવરણ મળી રહે. શામળાજીના આંગણે આવતા દરેક ભક્તને ઘર જેવો આદર અને સંતોષ મળે તે જ અમારી પ્રાથમિકતા છે.

4

જનકલ્યાણ અને સામાજિક સેવા

ધર્મ, સેવા અને સહકારથી સમાજને મજબૂત બનાવવું, સૌના હિત માટેની સેવા એ જ અમારું ધ્યેય અને ધર્મ છે.

5

સેવાકીય વ્યવસ્થા

દાતાઓના સહયોગથી, ટ્રસ્ટ દ્વારા ભોજન અને આરામ માટે રહેવાની સગવડ તેમજ અન્નક્ષેત્રને દરરોજ સારી રીતે ચલાવવા માટે જરૂરી સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે.

સેવામાં તમારું યોગદાન

તિથિ દાન

તિથિ દાન દ્વારા તમે જન્મદિવસ, લગ્ન ની વર્ષગાંઠ અથવા કોઈ પ્રિયજનની સ્મૃતિદિવસ જેવી વિશેષ તિથી પર અન્નદાન કરી શકો છો. તમારા યોગદાનથી તે નિર્ધારિત દિવસે દર વર્ષે તમારા નામે ભોજન પીરસવામાં આવે છે.

અન્નક્ષેત્ર માટે યોગદાન

આપનો અમૂલ્ય સહયોગ અમને દરરોજ અનેક શ્રદ્ધાળુઓ અને સ્થાનિક પરિવારો સુધી શુદ્ધ અને સાત્વિક ભોજન પહોંચાડવા માટે સક્ષમ બનાવે છે. તમે અનાજ, રસોઈના સાધનો કે બાંધકામ (ઈન્ફ્રાસ્ટ્રક્ચર) માટે જે પણ દાન કરો છો, તે દરેક ફાળો અમારા અન્નક્ષેત્રને વધુ સુદ્રઢ / સમૃદ્ધ બનાવે છે. આપનો સહયોગ જ અમને આ પવિત્ર સેવાને પૂરા સન્માન અને કાળજી સાથે ચાલુ રાખવા માટે પ્રેરિત કરે છે.

સેવા પ્રવૃત્તિની છબીઓ