અન્નદાનનું પવિત્ર સ્થાન એટલે લક્ષ્મીનારાયણ અન્નક્ષેત્ર

નિઃશુલ્ક સેવા

નિત્ય સાત્વિક આહાર

શ્રી લક્ષ્મીનારાયણ અન્નક્ષેત્ર દ્વારા દરરોજ ૨૫૦ થી ૩૦૦ શ્રદ્ધાળુઓને શુદ્ધ, તાજું, અને સાત્વિક ભોજન સંપૂર્ણપણે નિઃશુલ્ક પીરસવામાં આવે છે. આ અન્નદાન સેવા ભક્તિભાવ, નમ્રતા અને પરોપકારની ભાવનાથી કરવામાં આવે છે, જેથી અહીં આવતા દરેક વ્યક્તિને પોષણ અને શાંતિ પ્રાપ્ત થાય. અમે માનીએ છીએ કે ‘અન્નદાન એ જ મહાદાન’ છે.
ભક્તિભાવથી અન્નદાન

પૂનમના પાવન અવસરે હજારો ભક્તોની સેવા

દર પૂનમના દિવસે શામળાજી વિષ્ણુ મંદિરમાં હજારો શ્રદ્ધાળુ ભક્તો દર્શનનો લહાવો લેવા માટે આવે છે. આ દિવસે લક્ષ્મીનારાયણ અન્નક્ષેત્ર દ્વારા પ્રેમ, સેવા અને સમર્પણસાથે ૨,૦૦૦ થી વધુ ભક્તોને સ્વચ્છ અને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવે છે. આ અન્નસેવા માત્ર ભોજન જ નહીં, પરંતુ ભક્તિ, માનવતા અને સહભાગિતાની ભાવનાનો એક પવિત્ર સંદેશ છે.

ભક્તિભાવપૂર્વક નિવાસ માટેનું પાવન સ્થાન

ધાર્મિક યાત્રા માટે પાવન આશ્રય
દર્શનાર્થે આવતા ભક્તો અહીં આરામ અને શાંતિ અનુભવશે, એ જ અમારી સેવાભાવના નો હેતુ છે.

ઉપલબ્ધ સુવિધાઓ:

  • યાત્રાળુઓ માટે 20 સ્વચ્છ, સુવ્યવસ્થિત અને એર-કન્ડિશન્ડ રૂમોની સુવિધા ઉપલબ્ધ છે.
  • શાંતિ અને નિરાંતભર્યું વાતાવરણ સાધના અને ભક્તિ માટે અનુકૂળ

  • સ્વચ્છતા અને આરોગ્ય રક્ષણનું ખાસ જતન

  • રૂમ નજીક ભોજન હોલની સુવિધા

  • સાધુ–સાધ્વી, યાત્રાળુઓ અને તમામ ધાર્મિક ભાવિકો માટે રહેવાની સુવિધા.

દરેક યાત્રાળુને શાંત અને આરામદાયક નિવાસ મળે એજ અમારો મુખ્ય હેતુ છે.

અન્નક્ષેત્ર વિશે માહિતી

સેવા અને ભક્તિનું દૈવિક સ્થાન
અન્નક્ષેત્ર એ એવું સ્થાન છે જ્યાં ભોજન આપવું તે ભગવાનની પૂજા સમાન માનવામાં આવે છે. શ્રી લક્ષ્મીનારાયણ અન્નક્ષેત્રમાં દરરોજ અન્નસેવા ભક્તિ, નમ્રતા અને આદર સાથે કરવામાં આવી રહી છે. અહીં કુદરતી શાંતિ અને આરામ દાયક આ સ્થળે, અન્નક્ષેત્ર એ સેવા અને પ્રેમનું પાવન કેન્દ્ર છે.

શ્રી ડોંગરેજી મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી સંચાલિત

Layer 114@2x
વિશેષ માહિતી
લક્ષ્મીનારાયણ અન્નક્ષેત્ર ટ્રસ્ટ ૧૯૭૭ થી માનવતા અને સેવા માટે સમર્પિત છે. શ્રી ડોંગરેજી મહારાજના ઉપદેશોને અનુસરતા, અન્નદાન, આધ્યાત્મિક પ્રવચનો દ્વારા હજારો લોકોની સેવા કરી રહ્યા છે.